ઓનલાઈન અરજીપત્રક કેવી રીતે ભરવું તે અંગેની સૂચનાઓ :

અરજદાર ઓનલાઈન સિસ્ટમ મારફતે જે માહિતી ભરે તે તમામ માહિતી અંગ્રેજીમાં જ ભરવાની રહેશે. માહિતી ગુજરાતીમાં ભરી શકાશે નહિ તેથી ઓનલાઈન સિસ્ટમમાં માહિતી ગુજરાતીમાં ભરવાનો પ્રયત્ન કરવો નહિ.

અરજદાર દ્વારા જે આધારો સ્કેન કરાવીને સિસ્ટમ મારફતે રજૂ કરવામાં આવે તે તમામ આધારો PDF ફાઈલ ફોર્મેટમાં રજૂ કરવાના રહેશે અને એક Document ની સાઈઝ ૨ MB કરતા વધારે હોય નહિ તે ચકાસી લેવાનું રહેશે. જો Document ની સાઈઝ ૨ MB કરતા વધારે હશે તો Document સિસ્ટમમાં અપલોડ કે એટેચ થઈ શકશે નહિ. આધારો સ્કેન કરતી/કરાવતી વખતે આધારોને ઓછામાં ઓછા ૩૦૦ DPI સાથે "Black & White" અથવા "Colour" માં સ્કેન કરાવીને મોકલવા.

અજદાર દ્વારા સૌ પ્રથમ રજીસ્ટ્રેશન કરાવવું પડશે. ત્યારબાદ બોર્ડ દ્વારા અરજી કરવા માટે ID અને PASSWORD અરજીમાં આપેલ ઈમેલ પર મોકલવામાં આવશે અને ત્યારબાદ અરજદાર અરજી કરી શકશે.

અરજી બોર્ડને રજૂ કરવા માટે ઓનલાઈન સિસ્ટમ દ્વારા જે આધારો પૂરા પાડવા જણાવવામાં આવેલ હોય તે તમામ આધારો અરજદારે ઓનલાઈન સિસ્ટમમાં પૂરા પાડવાના રહેશે. અરજદાર પાસે જરૂરી આધાર ન હોય તો તેની જગ્યાએ અન્ય કોઈ આધાર ઓનલાઈન સિસ્ટમ મારફતે રજૂ કરવો નહિ. ઓનલાઈન સિસ્ટમમાં આધારો જોડતી વખતે જે આધાર માંગવામાં આવેલ હોય તેની સામે તે જ આધાર સાચી રીતે જોડવામાં આવે તેની તકેદારી અરજદારે રાખવાની રહેશે. બોર્ડ દ્વારા ચકાસણી કરતા જો કોઈ આધાર રજૂ કરવામાં નહિ આવેલ હોય, માંગવામાં આવેલ આધારની જગ્યાએ અન્ય કોઈ આધાર રજૂ કરવામાં આવેલ હશે અથવા આધાર ખોટા માલૂમ પડશે તો અરજી બોર્ડ દ્વારા નામંજૂર કરવામાં આવશે, તેથી જે આધાર માંગવામાં આવેલ હોય તેની સામે તે જ આધારની સાચી નકલ અચૂક જોડવામાં આવે તેની તકેદારી અરજદારે રાખવાની રહેશે.

આ તમામ વિગતો ભર્યા બાદ જ આખરે અરજી બોર્ડને ઓનલાઈન "Submit" કરી શકાશે. કોઈ માહિતી ભરવાની રહી ગઈ હશે કે અધૂરી રહી હશે તો અરજી ઓનલાઈન "Submit" થઈ શકશે નહિ.

ઓનલાઈન સિસ્ટમના દરેક વિભાગમાં માંગવામાં આવેલ જે માહિતી તથા આધારોની આગળ * દર્શાવવામાં આવેલ છે તે તમામ માહિતી અરજદારે ફરજિયાતપણે ભરવાની રહેશે. જે તે વિભાગની આ પ્રકારની માહિતી ભરવામાં નહીં આવે ત્યાં સુધી તે પછીના અને ત્યાર બાદના વિભાગની આગળની વિગતો ભરી શકાશે નહિ. ખોટી માહિતી તથા ખોટા આધારો રજૂ કરવા નહિ. બોર્ડ દ્વારા ચકાસણી કરતા શાળા મંડળે રજૂ કરેલ માહિતી તથા આધારો ખોટા સાબિત થશે તો અરજી નામંજૂર કરવામાં આવશે. અરજદાર સંચાલક મંડળે આપેલ માહિતી/ આધારો કોઈપણ સમયે ખોટા હોવાનું સાબિત થશે તો શાળાની મંજૂરી કોઈપણ સમયે રદ થવાને પાત્ર રહેશે તેમજ બોર્ડને ગેરમાર્ગે દોરવા બદલ સંચાલક મંડળ સામે પોલીસ કેસ સહિતની કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.

અરજદાર દ્વારા નવા ક્રમિક વર્ગ માટેની ફી ચલણ અથવા ઓનલાઈન Internet Banking થી ભરી શકશે. ડીમાન્ડ ડ્રાફ્ટ થી ફી સ્વીકારવામાં આવશે નહિ.

ચલણની નકલ બોર્ડ દ્વારા આપવામાં આવેલ નવા ક્રમિક / વધારાના વર્ગની સુચના સાથે સામેલ છે. અરજદાર દ્વારા નવા ક્રમિક વર્ગ વધારા દીઠ માટે રૂ. ૧૨,૦૦૦/- નો ચલણ ભરવાનું રહેશે. જયારે નવા વધારાના વર્ગ દીઠ માટે રૂ. ૧૫,૦૦૦/- નો ચલણ ભરવાનું રહેશે. નવા ક્રમિક અને વધારાના વર્ગની માટે અલગ અલગ ચલણ ભરવાના રહેશે. (નોંધ: દરેક ઘોરણ માટે અલગ-અલગ ચલણ ભરવાનું રહેશે.)

દરખાસ્ત સાથે આપવામાં આવેલ નમૂના મુજબનું એફિડેવિટ ઓનલાઈન અરજી કરવા માટેની વેબસાઈટ પરથી ડાઉનલોડ કરવાનું રહેશે અને તે નમૂના મુજબની સ્ટેમ્પ પેપર ઉપર નોટરાઈઝ કરેલ એફિડેવિટની નકલ ઓનલાઈન સિસ્ટમમાં અપલોડ કરવાની રહેશે અને અસલ કોપી ચલણ સાથે બોર્ડની કચેરીમાં રજિસ્ટર એ.ડી. પોસ્ટથી અથવા રૂબરૂમાં દિન-૧૫માં બોર્ડની કચેરીને મળે તે રીતે પહોંચાડવાના રહેશે.

સૂચનાઓમાં જણાવ્યા મુજબની દૈનિક હાજરી નોંધપોથીની ઝેરોક્ષ કોપી તા.૩૧-૦૩-૨૦૧૭ની સ્થિતિએશાળાના આચાર્યશ્રીનાં સહી સિકકા કરી અરજી સાથે બોર્ડની કચેરીએ મોકલવાના રહેશે.

શાળામાંનિયમોનુસાર નિયત વિધાર્થીઓની સંખ્યા હશે તો જ આવેલ અરજી ગ્રાહ્ય રાખવામાં આવશે.

અરજીસાથે ફીચલણ અને એફિડેવિટની અસલ કોપી બોર્ડને મળી ગયા બાદ જ અરજી ગ્રાહ્ય રાખવામાં આવશે.અરજદારદ્વારા કરવામાં આવેલ અરજીની વિગતો અને આધારોની બોર્ડ કક્ષાએથી ચકાસણી કરવામાં આવશે અને સાચા જણાશે તો તે મુજબ બોર્ડ દ્વારા તે અરજીને મંજૂરી આપવામાં આવશે અન્યથા અરજી નામંજૂર કરવામાં આવશે.

એક જ ધોરણનાં, એક જ માધ્યમનાં અને એક જ પ્રવાહમાં, એક અથવા એક કરતાં વધારે વર્ગ શરૂ કરવા માટે એક જ અરજીપત્રક ભરવાનું રહેશે. કોઈપણ સંસ્થા એક જ માધ્યમના કે એક જ પ્રવાહના છ કરતા વધુ વર્ગની માંગણી કરી શકશે નહીં.

ક્રમિક વર્ગ માટે નીચલા ધોરણના જેટલા વર્ગ હોય તેટલા કે તેનાથી ઓછા વર્ગ માટે જઅરજી કરી શકાશે

અલગ ધોરણ, અલગ માધ્યમ અને અલગ પ્રવાહમાં, એક અથવા એક કરતાં વધારે વર્ગ શરૂ કરવા માટે દરેક ધોરણ દીઠ, માધ્યમ દીઠ અને પ્રવાહ દીઠ અલગ-અલગ અરજીપત્રકો ભરવાના રહેશે.

શાળા સંચાલક મંડળ/સંસ્થા જેટલા ક્રમિક વર્ગો શરૂ કરવા ઈચ્છતું હોય તે દરેક વર્ગ દીઠ અરજી ફી તરીકે રૂ.૧૨,૦૦૦/-નો તેમજ વધારાના વર્ગ માટે રૂ.૧૫,૦૦૦/-નો ચલણ અથવા ઓનલાઈન પેમેન્ટ રેફરન્સના આધાર સાથે અરજી કર્યાના ૧૫ દિવસમાં બોર્ડને એફિડેવિટની સાથે રજુ કરવાનો રહેશે.

ફોરવર્ડીંગ લેટરમાં અરજીનો નંબર, શાળાનું નામ અને સંચાલક મંડળનું નામ અચૂક દર્શાવવાનું રહેશે.

આ સાથે અરજદાર શાળા દ્વારા નીચે જણાવ્યા મુજબના આધારો અરજી સાથે બોર્ડ કચેરીએ જમા કરાવાના છે.

1) શાળા - કાયમી મંજૂરીનો પત્ર (ઘોરણ-૯/૧૧)

2) અગાઉ તમામ ઘોરણના મંજુર થયેલ ક્રમિક અને વધારાના વર્ગોના મંજૂરીના પત્રો

3) ઓરીજનલ એફિડેવિટ અને ચલણ અથવા ઓનલાઇન પેમેન્ટ રેફરન્સ નંબરના આધારો(નમૂનામાં જણાવ્યા મુજબ) (ક્રમિક વર્ગ નું ચલણ)(વર્ગ વધારાનું ચલણ)

4) શાળાના દૈનિક હાજરી નોંધપોથીની નકલ આચાર્યશ્રીના સહી સિકકા સાથે રજૂ કરવી.

5) શાળામાં કામ કરતા શિક્ષકો (માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક) ની વિગતો ધરાવતું પત્રક આચાર્યશ્રીના સહી સિકકા સાથે રજૂ કરવી.(નમૂનામાં જણાવ્યા મુજબ) (માધ્યમિક)(ઉચ્ચતર માધ્યમિક)

6) શાળામાં હાલ ચાલુ વર્ગો દર્શાવતું પત્રક(નમૂનામાં જણાવ્યા મુજબ)(માધ્યમિક)(ઉચ્ચતર માધ્યમિક)