કેવા પ્રકારનાં ક્રમિક/ વધારાના વર્ગ માટે અરજી કરી શકાશે.

ü  નોન-ગ્રાન્ટેડ માધ્યમિક શાળામાં ધોરણ ૯નો વર્ગ ચાલતો હોય તેમાં ધોરણ ૧૦નો ક્રમિક વર્ગ શરૂ કરવા માટે

ü  નોન-ગ્રાન્ટેડ માધ્યમિક શાળામાં ધોરણ ૯ અને ધોરણ ૧૦ના વર્ગો ચાલતા હોય તેમાં ધોરણ ૯ અથવા ધોરણ ૧૦નો વધારાનો વર્ગ શરૂ કરવા માટે

ü  નોન-ગ્રાન્ટેડ ઉચ્ચતર માધ્યમિક શાળામાં ધોરણ ૧૧નો વર્ગ ચાલતો હોય તેમાં ધોરણ ૧૨નો ક્રમિક વર્ગ શરૂ કરવા માટે

ü  નોન-ગ્રાન્ટેડ ઉચ્ચતર માધ્યમિક શાળામાં ધોરણ ૧૧ અને ધોરણ ૧૨ના વર્ગો ચાલતા હોય તેમાં ધોરણ ૧૧ અથવા ધોરણ ૧૨નો વધારાનો વર્ગ શરૂ કરવા માટે

ü  નોન-ગ્રાન્ટેડ માધ્યમિક શાળામાં ધોરણ ૯ અને ધોરણ ૧૦ના વર્ગો ચાલતા હોય તેમાં ધોરણ ૧૧નો ગ્રાન્ટ વિનાનો ક્રમિક વર્ગ શરૂ કરવા માટે

ü  કોઈ એક માધ્યમ અથવા પ્રવાહની નોંધાયેલી નોન-ગ્રાન્ટેડ માધ્યમિક અથવા ઉચ્ચતર માધ્યમિક શાળામાં અન્ય માધ્યમ અથવા પ્રવાહનો વધારાનો વર્ગ શરૂ કરવા માટે

ü  ધોરણ ૯ અને ધોરણ ૧૦ના વર્ગો સાથેની ગ્રાન્ટેડ માધ્યમિક શાળા કે જ્યાં ઉચ્ચતર માધ્યમિક શાળા ચાલતી નથી ત્યાં ધોરણ ૧૧નો નોન-ગ્રાન્ટેડ વર્ગ શરૂ કરવા માટે  

 

નોંધ : નોંધાયેલી માધ્યમિક શાળા સાથે ધોરણ ૧૧નો નોન-ગ્રાન્ટેડ વર્ગ શરૂ કરવા ઈચ્છતા શાળા મંડળ ઉચ્ચતર માધ્યમિક શાળા માટે અલગ નામ રાખી શકશે નહી, પરંતુ માધ્યમિક શાળાનું નામ જ રાખવાનું રહેશે. ફક્ત ઉચ્ચતર માધ્યમિક શબ્દ ઉમેરી શકશે.

 

 

કેવા પ્રકારનાં ક્રમિક/ વધારાના વર્ગ માટે અરજી કરી શકાશે નહીં.

ü  નોંધાયેલી ગ્રાન્ટેડ માધ્યમિક શાળામાં કોઈ પણ પ્રવાહ કે માધ્યમના ધોરણ ૯ અને ધોરણ ૧૦ના નોન-ગ્રાન્ટેડ વર્ગો શરૂ કરી શકાશે નહીં.

ü  નોંધાયેલી ગ્રાન્ટેડ ઉચ્ચતર માધ્યમિક શાળામાં કોઈ પણ પ્રવાહ કે માધ્યમના ધોરણ ૧૧ અને ધોરણ ૧૨ના નોન-ગ્રાન્ટેડ વર્ગો શરૂ કરી શકાશે નહીં.

ü  નોંધાયેલી ગ્રાન્ટેડ માધ્યમિક શાળામાં હાલનું માધ્યમ બદલીને ધોરણ ૧૧નો નોન ગ્રાન્ટેડ વર્ગ શરૂ કરી શકાશે નહીં.

ü  નોંધાયેલી ગ્રાન્ટેડ ઉચ્ચતર માધ્યમિક શાળામાં કોઈપણ પ્રવાહ કે માધ્યમનાં નોન-ગ્રાન્ટેડ માધ્યમિક શાળા(ધોરણ ૯, ધોરણ ૧૦)ના વર્ગો શરૂ કરી શકાશે નહીં

 

નોંધ : ઉપર દર્શાવ્યા પૈકી કોઈ બાબત લાગુ પડતી હોય તો તે પ્રકારના વર્ગ શરૂ કરવા માટે ક્રમિક/વધારાના વર્ગને બદલે નવી માધ્યમિક/ ઉચ્ચતર માધ્યમિક શાળા તરીકે શાળામંડળે અરજી કરવાની રહેશે.